કૃષ્ણ નગરી દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકાધીશ જગત મંદિર ઉપર ડ્રોન કેમેરો ઉડતો નજરે પડ્યો હતો.વહેલી સવારે દ્વારકાધીશ જગત મંદિર શિખર પર ડ્રોન કેમેરા દ્વારા ચારથી પાંચ મિનિટ સુધી શૂટિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનારને ઝડપ્યો
પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનારને ઝડપ્યો હતો.યુવક મુંબઈનો રહેવાસી અને યુટ્યૂબર હોવાનું સામે આવ્યું છે.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.