Devbhoomi Dwarka News: ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. એવામાં દેવભૂમિ દ્વારકામાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ સનાતન સેવા મંડળથી રેલ્વે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાઇ ગયા છે. આજ વિસ્તારમાં આવેલા તોતાતરી મઠ છે ત્યાં 25 ઘરો આવેલાં છે જેમા અંદાજે 100 લોકો રહે છે. ભારે વરસાદને પગલે તોતાતરી મઠમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેને લીધે સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. દ્વારકા નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે.