
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં વાહનો આવી રહ્યા હતા આ દરમ્યાન એક પૂરપાટ બાઈક ધડાકા સાથે સફેદ કાર સાથે અથડાયું હતું. જેમાં બાઈકનો અમુક ભાગ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ અકસ્માતમાં કારની નીચે બાઈક આવી ગયેલું જોવા મળે છે.
ખંભાળિયા-સલાયા રોડ ઉપર બાઈકના અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં સલાયા રોડ પર જઈ રહેલ બાઈકને ધડાકાભેર ઉછાળતી કાર વીડિયોમાં જોઈ શકાય છે. સ્પોર્ટ રેસિંગ જેમ બાઈક અવર ટેક કરવા જતા સામેથી પૂરઝડપે આવતી કાર સાથે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતનો સમગ્ર વીડિયો કેમેરામાં કેદ થયો હતો.
જો કે, આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બંને યુવકોનો જીવ બચી ગયો હતો. જેથી આસપાસના લોકોને રાહત થઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. ટ્રાફિક વધી જતા પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો.