
દ્વારકામાં સલાયા નગરપાલિકાનું લાખોનું વીજબીલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાયું. નગરપાલિકાનું વીજબીલની ચુકવણી ન કરતાં નગરપાલિકાના ૩ જોડાણ PGVCL દ્વારા કાપવામાં આવ્યા.
દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજબીલ બાકી હોવાથી PGVCL દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. વિજબીલની ચુકવણી ન કરતાં PGVCL દ્વારા પાલિકા બિલ્ડિંગ, સ્ટ્રીટ લાઇટ અને કોમ્યુનિટી હોલના વીજ કનેક્શન કાપાવામાં આવ્યા. અગાઉ PGVCL કચેરી દ્વારા સલાયા પાલિકાને અનેક નોટિસ આપવા છતા વીજબિલ નહીં ભરતા PGVCL દ્વારા મોટી કાર્યવાહી કરાઇ. સલાયા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટનું બિલ પણ બાકી હોવાથી સલાયા શહેરમાં છવાયો અંધારપટ.