ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા 24 ક્લાકમાં ભારે વરસાદ વરસ્યો છે. અહીં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાણવડ પંથકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. તો ખંભાળિયા પંથકમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.