
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. Pahalgam terror attack ને પગલે ગુજરાત સહિત ઘણી જગ્યાઓની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં પણ અનેક લોકોનો આવરોજાવરો હોવાથી તેની સુરક્ષામાં સખત વધારો કરી દેવાયો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારે જણાવ્યું કે, દ્વારકા મંદિરની સુરક્ષાનો રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે, જ્યારે દરિયાઈ સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પોલીસની LCB, SOG સહિતની ટીમો કામે લગાડવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુ છે ત્યાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે,
મોરબી, જામનગર અને દ્વારકા વિસ્તાર રાજકોટ રેન્જમાં આવે છે. ઓખા અને દ્વારકાથી દુશ્મન દેશ નજીક હોવાથી આ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સુરક્ષામાં સખત વધારો કરાયો છે.