
દ્વારાકાના ખંભાળિયામાં તથ્ય પટેલ જેવો કાંડ થતા થતા રહી દયો હતો. ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારીને અકસ્માત સર્જયો હતો. રાત્રિના સમયે સોસાયટીના લોકો શેરીમાં તાપણું કરીને બેઠા હતા તે સમયે જ ફુલ સ્પીડમાં કાર ત્યાં આવી પહોંચી હતી.
કારની વૃક્ષના થડ અને પોલ સાથે ધડાકાભેર ટક્કર થઈ
કારની વૃક્ષના થડ અને પોલ સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર થયા પછી કાર ત્યાંજ રોકાઈ ગઈ હતી. સદનસીબે સોસાયટીની શેરીમાં બેસેલા લોકોનો જીવ બચ્યો હતો. કાર ચાલક નશામાં ધૂત હતો, નબીરાએ અકસ્માત સર્જયો ત્યાર બાદ તેણે સ્થાનિકો પર હુમલો પણ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
નશામાં ધૂત નબીરાએ ભાગવાનો કર્યો હતો નિષ્ફળ પ્રયાસ
જોકે લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. કારમાં તપાસ કરતાં દારૂ ભરેલો ગ્લાસ પણ મળી આવ્યો હતો. દારૂ પીને છાકટા બનીને અકસ્માત સર્જનાર નબીરાને સખ્તમાં સખ્ત સજા થાય તેવી લોકોએ માંગ કરી હતી. હાલ પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.