પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી, બટર અને તેલના જથ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાંસાપુર નજીક આવેલા પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને બીવન માં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળતાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા હતા.
બે ગોડાઉનને કર્યા સીલ
પંદર દિવસ બાદ ગોડાઉનના માલિક હાજર થતાં, ફૂડ વિભાગે સીલ કરેલા ગોડાઉન ખોલીને તપાસ કરી. આ દરમિયાન શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો હાથ લાગ્યો.
કુલ 51 લાખ 25 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાં આ શંકાસ્પદ ઘી બનતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી. તપાસ દરમિયાન ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 10 નમૂના અને તેલનો 1 નમૂનો લઈને તેને વધુ પરીક્ષણ માટે મોકલ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 51 લાખ 25 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.