Home / Gujarat / Gandhinagar : 2 terrorists arrested with hand grenade joint operation by Gujarat ATS and Haryana STF

મોટા સમાચારઃ ગુજરાત ATSએ 2 આતંકીઓની કરી ધરપકડ, 2 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા

મોટા સમાચારઃ ગુજરાત ATSએ 2 આતંકીઓની કરી ધરપકડ, 2 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા

હરિયાણાના ફરીદાબાદથી હેન્ડગ્રેનેડ સાથે 2 આતંકી ઝડપાયા છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આતંકીઓને ઝડપી પાડ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આતંકીઓ પાસેથી હેન્ડગ્રેનેડનો જથ્થો પણ ઝડપાયો

ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 2 આતંકીની ધરપકડ કરી છે. આતંકી અબ્દુલ રહમાન યુપીનો રહેવાસી છે. અન્ય એક શકમંદની પૂછપરછ શરૂ છે. આતંકીઓ વિરૂદ્ધ હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ગુજરાત ATSના અધિકારીઓ પણ વધુ તપાસ માટે હરિયાણા જશે. આતંકીઓ પાસેથી  ઉર્દુ લખાણવાળી વસ્તુ પણ મળી આવી છે. ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSને મળી મોટી સફળતા

ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફરીદાબાદમાંથી બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATS ને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થાં સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STF ને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં.

હરિયાણામાં ગુનો નોંધી હાથ ધરી તપાસ

સમગ્ર મામલે હરિયાણા STF માં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATS ના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટાં ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્યની સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થાં સાથે તે શું કરવા માંગતા હતાં? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતાં તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલાં ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. 

 



Related News

Icon