
ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 68 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ નગરપાલિકા આવી છે. અન્ય 5 નગરપાલિકા અન્ય પાર્ટી અથવા અપક્ષને મળી છે.
ગુજરાતની 68 નગરપાલિકામાં પ્રમુખની વરણી