
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત મળી છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવીને વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થયા છે. આ સાથે જ AAPના એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ AAPના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કાર્યકર્તા તરીકે ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે.
https://twitter.com/ANI/status/1938123356689007049
AAPના ઉમેશ મકવાણાનું દંડક-જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું
ઉમેશ મકવાણાએ કહ્યું કે, "જે હેતુ માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો.મને ક્યાકને ક્યાક ક્ષતિ જણાઇ રહી છે. મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડકની જવાબદારીમાંથી રાજીનામું આપુ છું.જોઇન્ટ સેક્રેટરીમાં રાજીનામું આપુ છું. વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ પરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઇ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, ભાજપ સામે અવાજ ઉઠાવી શકે તેવા વ્યક્તિને જવાબદારી સોપવાની વિનંતી કરૂ છું. ભાજપ હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે તેમનો મત પુરતો ઉપયોગ કરવામાં આવે છે અને ચૂંટણી પુરી થાય ત્યારે તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે. ઉમેશ મકવાણાએ AAPની તમામ પોસ્ટ પરથી રાજીનામું આપ્યું છે. જોકે, કાર્યકર્તા તરીકે તે ચાલુ રહેશે. ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના સવાલ પર કહ્યું કે બોટાદની જનતાને પૂછીને નક્કી કરીશ.
કોણ છે ઉમેશ મકવાણા?
ઉમેશ મકવાણા બોટાદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય છે. તેઓ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ચૂંટાયા હતા. તેમની રાજકીય સફર એક સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂ થઈ, જેમણે જનતાના મુદ્દાઓ ઉઠાવીને રાજકીય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી.