Home / Gujarat / Gandhinagar : Ahead of the local Swaraj elections, there is a rift in the BJP

ગુજરાતના 7 ગામના સરપંચ, ઉપસરપંચ સહિત 8 સભ્યોએ રાજીનામા ધર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભડાકો

ગુજરાતના 7 ગામના સરપંચ, ઉપસરપંચ સહિત 8 સભ્યોએ રાજીનામા ધર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભડાકો

દેશમાં બંધારણમાં સર્વજાતિ, જ્ઞાતિ અને સમાજને એકસમાન ગણવાની સાથે કચડાયેલા વર્ગને પણ સમાન તકો આપવા માટે અનામતનો લાભ આપવાની જોગવાઈ કરવામાં આવેલી હોવા છત્તાભેદભાવની માનસિકતા છતી થઈ છે.

માળખાકીય સુવિધાઓની વારંવાર રજુઆત છતાં નક્કર પરિણામ નહીં

રાજ્યના કેટલાક ગ્રામ પંચાયતોના જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ દ્વારા આ સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આ ગામોમાં માળખાકીય સુવિધાઓ માટે વાંરવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  માળખાકીય સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં ન આવવાથી 7 ગામોના  બે સરપંચ, બે ઉપસરપંચ અને 4 સભ્યો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યોએ ધર્યા રાજીનામાં

દશેલા અને ગિયોડ ગામના સરપંચ, વડોદરા અને વાંકાનેરડા ગામના ઉપસરપંસ તથા આલપુરસ ઈસનપુર અને મોટી શિહોલી ગામના ગ્રામ પંચાયતના સભ્ચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રાજીનામા આપવામાં આવ્યા હતા. રાજીનામા પડ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પડ્યા ધડાધડ રાજીનામા

દિવાળીના તહેવારો બાદ સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ચૂંટણીઓ જાહેર થયા પહેલા જ ધડાધડ રાજીનામાઓ પડતાં સત્તાપક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.