Home / Gujarat / Gandhinagar : Big decision of Gujarat Education Department, private agencies will recruit school assistants

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ કરશે

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ કરશે

ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો મૂકવાની નિરસ નીતિ સામે હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'શાળા સહાયક'ની આઉટસોર્સિંગ કરાશે
શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પગાર કેન્દ્ર  પ્રાથમિક 
શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યૂટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધિન 'શાળા સહાયક' આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. 


મહત્ત્વની શરતોઃ
લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઇઝ કે જિલ્લાવાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે.
 

આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા ફાળવવામાં આવેલાં ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર 
શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલા શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. આ શિક્ષકોને 21,000 પગાર અને 11 માસનો કરાર હશે.

Related News

Icon