
રાજ્યમાં આજથી 27 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેરના 12 ઝોનના 69 કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. પરીક્ષાના 322 બિલ્ડીંગમાં 92 હજાર 726 વિદ્યાર્થીઓ આપશે. SSCના 54 હજાર 616 વિદ્યાર્થીઓ, HSC ના 5 ઝોનના 37 હજાર 579 વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહના 29 હજાર 726 અવે વિજ્ઞાન પ્રવાહના 7 હજાર 853 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધો.10મા 8,92,882 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ધો 10મા 762495 નિયમિત, 15548 ખાનગી 82,132 રિપીટર અને 4,293 ખાનગી રિપીટર આપશે પરીક્ષા
ધો.10મા 4285 દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ધો.12 સામાન્ય પ્રવાહમા 4,23,909 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
3,64,859 નિયમિત, 24,061 ખાનગી, 22,652 રિપીટર, 8,306 ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ધો.12મા 1,822 દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ધો.12 વિજ્ઞાન પ્રવાહમા 1,11,384 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
1,00,813 નિયમિત વિદ્યાર્થીઓ, 10,476 રિપીટર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
144 દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી
શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડે સારથી હેલ્પલાઈન વોટ્સઅપ નંબર 9909922648 કાર્યરત કર્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ 079-27912966 કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યના SSCના 4 અને ગ્રામ્યના 4 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીક સ્ટાફ સિવાય કોઇને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી
અધિકારીક સ્ટાફ સિવાય કોઇને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી.પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. પેપર લીકને રોકવા માટે સિલબંઘ કવર પરીક્ષાની 15 મીનીટ પહેલા CCTVની સામે જ ખોલવા આદેશ આપવામાં આવ્યો છે. જે વિષયની પરીક્ષા હોય તે વિષય શિક્ષકને જવાબદારીમાંથી મુક્તિ આપવાની રહેશે. ગેરરિતી રોકવા માટે પ્રશ્નપત્ર પર વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર આવશ્યક લખવાનો રહેશે નહી તો ખંડ નિરિક્ષક સામે કાર્યવાહી થશે,
પરીક્ષા ખંડોમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
ગેરરીતી અટકાવવા માટે શિક્ષણ બોર્ડે સખ્ત નિયમો લાદ્યા છે. પરીક્ષા ખંડોમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી છે,