આજે ગુજરાત વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ. જેમાં વિમલ ચુડાસમા દ્વારા વિધાનસભામાં રાજ્યમાં ચાલતી બેફામ ખનીજ ચોરીને લઈને સવાલ પૂછાયો હતો. આ મુદ્દે અધ્યક્ષને પ્રશ્નો પૂછતાં સવાલના જવાબની જગ્યાએ સર્જન્ટ દ્વારા ગૃહની બહાર લઈ જવામાં આવ્યા. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
અમિત ચાવડાની આકરી પ્રતિક્રિયા
આજે ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે વિમલ ચુડાસમાએ સરકાર સામ કેટલાક આકરા સવાલ કર્યા હતા. જેને લઈને તેમને વિધાનસભા ગૃહની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસન ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા આકરું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું "ગુજરાતમાં ચારે તરફ બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. સરકારના આશીર્વાદથી ખનન માફિયા બેફામ બન્યા છે. વિમાલ ચુડાસમાના પોતાના વિસ્તારમાં લિગ્નાઈટની બેફામ ચોરી થઈ રહી છે. લેખિતમાં અરજી કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. ખનન માફિયા બેફામ રીતે લૂંટ ચલાવતા હોય તો ધારાસભ્ય વિધાનસભામાં નહીં બોલે તો ક્યાં બોલશે? વિમલ ચુડાસમાએ લેખિત પુરાવા અધ્યક્ષને આપ્યા તેના પ્રત્યુત્તરમાં પણ કોઈ જવાબ નહીં. આ મુદ્દાને લઈને વિમલ ચુડાસમાએ પ્રશ્ન કર્યો તો સર્જન્ટ દ્વારા ગૃહની બહાર લઈ જવામાં આવ્યા."
ગાંધીનગર સુધી ચાલે છે હફતાખોરી
વધુમાં કહ્યું, ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી ચાલી રહી છે. ગામથી લઈને ગાંધીનગર સુધી હફતાખોરી ચાલી રહી છે. અધ્યક્ષ દ્વારા નિયમોની જોગવાઈ દર્શાવી બોલવા દેવામાં ના આવ્યા. સરકારી સંપત્તિ લૂંટાઈ રહી છે તો સરકારે કામ કરવું જોઈએ. સરકાર ખનન માફિયા સામે લાચાર જોવા મળી રહી છે. દાદાનું બુલડોઝર ફક્ત ગરીબો ઉપર જ ચાલે છે.
સરકારના નેતા પણ સંકળાયેલ હોય છે
ખનીજ માફિયા કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી જાય છે. ખનન માફિયા સામે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સવાલ ઉઠાવવામાં આવે તો ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવે છે. ડબલ એન્જિન ની સરકાર આ રાજ્યમાં છે. ત્યાં ખનન ચોરી અટકાવવામાં આવતા લોકોની હત્યા પણ થયેલી જોવા મળે છે. ક્યાંકને ક્યાંક સરકારના નેતા સાંસદ કે ધારાસભ્ય તેના સાથે સંકળાયેલા હોય છે. સરકાર ખનીજ માફિયા પર કાર્યવાહી કરવાને બદલે તેનો અવાજ ઉઠાવનારા પર કાર્યવાહી કરવામાં આવે છે.