Home / Gujarat / Gandhinagar : Famous Mahudi Ghantakarna Mahaveer Mandir 130 kg gold missing

પ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિર 130 કિલો સોનું ગાયબ, કરોડો રૂપિયાની ઉચાપતના આરોપ

પ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિર 130 કિલો સોનું ગાયબ,  કરોડો રૂપિયાની ઉચાપતના આરોપ

સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનુ ગાયબ થવા ઉપરાંત કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપાત ગંભીર આક્ષેપો કરતી જાહેર હિતની રિટ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરનો વહીવટ અને સંચાલન સુચારુરૂપે થાય તે હેચુસર પબ્લીક ડોમેનમાં તમામ હિસાબો સ્પષ્ટ કરવા પણ પિટિશનમાં માંગ કરાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અરજદાર જયેશ બાબુલાલ મહેતા તરફથી કરાયેલી પીઆઈએલમાં મંદિરની હાલની રચાયેલી કમીટી ગેરકાયદે બની બેઠેલા સભ્યોની હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરની કમીટીના સભ્યો દ્વારા 2016માં નોટબંધી દરમ્યાન 20 ટકા કમીશનથી જૂની નોટો બદલી ગેરરીરિતી આચરાઈ હોવાની ફરિયાદ પણ અરજદાર તથા અન્યો દ્વારા સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ કરાઈ હતી.

અરજદાર પક્ષ તરફથી પીઆઈએલમાં આક્ષેપભરી રજૂાત કરાઈ છે કે, ગાંધીનગર જીલ્લામાં આવેલ મહુડી ખાતેનું શ્રી ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિર 100 વર્ષ કરતા પણ પ્રાચીન અને તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને લઈ

130 કિલો સોનું ગાયબ હોવાનો ગંભીર આક્ષેપ 

એક જૈન નાગરિક હોવાના નાતે મંદિરમાં ચાલતી ગેરરીતિઓ ઉજાગર કરવાની તેમજ ફરજ લગતા આ પીઆઈએલ દાખલ કરાઈ છે. હાલની કહેવાતી ગેરકાયદે મેનેજમેન્ટ કમિટીના સભ્યો ભુપ્રન્દ્રભાઈ વોરા અને કમલેશભાઈ મહેતા દ્વારા 130 કિલો સોનું ગાયબ અને રૂ.14 કરોડથી વધુની નાણાંકીય ઉચાપત કરાઈ હોવાના ગંભીર આક્ષેપ પિટિશનમાં કરાયા હતા.

 

અરજદાર દ્વારા એ મુદ્દા પણ રજૂ કરાયા કે, 2012થી લઈને અત્યાર સુધી આ કહેવાતી મેનેજમેન્ટ કમીટીના સભ્યો દ્વારા ગેરકાયદે રીતે અને ગેરબંધારણીય રીતે મંદિરની રોજિંદી ક્રિયાઓ અને વિધિઓ તેમની મરજી મુજબ કરવામાં આવે છે. કમીટીના સભ્યો દ્વારા તેમના અંગત હિત અને લાભ ખાટવા માટે આમ કરવામાં આવે છે.

કાયદેસર, યોગ્ય અને વાજબી બંધારણની રચના થવી જોઈએ

અરજદાર દ્વારા માંગ કરાઈ કે, હાલની મેનેજમેન્ટ કમિટી અને તેના સભ્યો વિરૂધ્ધ કરોડોની નાણાંકીય ઉચાપત અને ગેરરીતિઓના ગંભીર આરોપો હોઈ રાજય સરકાર દ્વારા એક વિશેષ કમીટી રચાવી જોઈએ અને ચેરિટી કમિશનરે પણ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ. ખાસ કરીને 2012થી લઈ 2024 સુધીના ઓડિટ અને એકાઉન્ટના હિસાબો તપાસી તેનો ફાઈનલ રિપોર્ટ સરકારે પબ્લીક ડોમેનમાં જાહેર કરવો જોઈએ. એટલું જ નહિ મંદિરનું બંધારણ પણ પબ્લીક ટ્રસ્ટ રેકર્ડ(પીટીઆર) મુજબ નહીં હોઈ કાયદેસર, યોગ્ય અને વાજબી બંધારણની રચના પણ થવી જોઈએ.

ચેરિટી કમિશનરમાં પણ જુદી જુદી ફરિયાદો કરાયેલી છે

અરજદારપક્ષ દ્વારા પિટિશનમાં જણાવાયું છે કે, અરજદાર દ્વારા અગાઉ આ સમગ્ર મામલે જોઈન્ટ ચેરિટી કમિશનર, અમદાવાદ સમક્ષ જુદી જુદી ફરિયાદો-અરજીઓ પણ કરાયેલી છે. આ ચારેય અરજીઓ જોઈન્ટ ચેરિટી કમિશનરની કચેરીમાં પડતર હોવા છતાં તેની હજુ સુધી અસરકારક સુનાવણી થઈ નથી.

વર્ષે દહાડે મહુડી મંદિરમાં કરોડોનું, સોના-ચાંદીનું દાન આવે છે

અરજદાર દ્વારા જણાવાયું કે, ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં શ્રદ્ધાળુઓ- દાતાઓ દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનું રોકડ દાન, સોના-ચાંદીનું દાન આવે છે પરંતુ તેમ છતાં મંદિરના દર્શનાર્થે આવતાં યાત્રાળુઓને જોઈએ તેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી પડાતી નથી.

Related News

Icon