
કોવિડ-૧૯ બીમારીએ વિશ્વમાં ફરી દેખા દીધી છે. હોંગકોંગ, સિંગપોર, થાઈલેન્ડમાં કોરોનાના દર્દીઓનો સતત વધારો જોવા મળી રહ્યો છે.હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ૩૦ ટકા જેટલા કેસ વધ્યા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હોંગકોંગમાં ૧૦ મે ૨૦૨૫ સુધીમાં કોરોનાના ૧૦૪૨ કેસ નોંધાયા હતા. માર્ચની શરુઆતમાં માત્ર ૩૩ કેસ હતા જેમાં સતત વધારો થઇ રહયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે પોઝિટિવિટી રેટમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં પોઝિટિવિટી રેટ માત્ર ૦.૩૧ ટકા હતો જે ૫ એપ્રિલ સુધીમાં વધીને ૫.૦૯ થઇ ગયો હતો. ૧૦ મે સુધીમાં આ દર ૧૩.૬૬ ટકા સુધી પહોંચી ગયો છે.
ભારતમાં પણ કોરોનાના કેસમાં ફરી વધારો
ઉલ્લેખનીય છે કે ધીમે ધીમે કોરોના વિશ્વના અન્ય દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો બીજી તરફ ભારતમાં પણ કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે.
ગુજરાત છઠ્ઠા સ્થાને
દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે, તામિલનાડુ 66 સાથે બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
11 હજારથી વધુ લોકોએ કોવિડથી જીવ ગુમાવ્યો
છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો