
રાજ્યમાંથી વધુ એક લાંચિયા અધિકારી સાથે એક શખ્સને ACBએ દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાંથી લાંચિયા અધિકારી સાથે ખાનગી વ્યક્તિ ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શખ્સની ખેતીની જમીનનું વેચાણ થયું હતું, જેમાં જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગરમાં પ્રાન્ત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં અરજદારે RTSની અપીલ દાખલ કરી હતી.
શખ્સ પાસેથી બન્નેએ 18 હજારની લાંચ માંગી
જેમાં અપીલકર્તાના કાગળો ખોવાઈ ગયા હતા. આ મામલે અરજદારે બન્ને ઠેકાણે અરજીઓ કરી હતી. તે દરમિયાન અરજદારનો બન્ને સાથે સંપર્ક થયો હતો. બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાની વાત કરી તે મામલે બન્નેએ લાંચ માંગી હતી. આ મામલે ફરિયાદી પાસેથી 18,000ની લાંચ માંગી હતી.
ACBના છટકામાં બન્ને લાંચિયા શખ્સો દબોચાયા
ફરિયાદીએ લાંચ આપવા તૈયાર નહોતા. તે અંતર્ગત અરજદારે ACBનો સંપર્ક સાધ્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર વર્ગ-૩, અને ખાનગી વ્યક્તિને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યારે આ મામેલ ACBએ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.