
ગુજરાતમાં આવતીકાલે 19 સ્થળો પર યોજનારી સિવિલ મોકડ્રીલને લઈને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. મોકડ્રીલને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી..આ બેઠકમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર,
ગુજરાતમાં ચાર કેટેગરીમાં મોકડ્રીલ યોજાવવાની છે.પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.
બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે 7 મે,2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે.
આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે.
સરહદી જિલ્લાઓ પર ચાંપતી નજર
ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોકડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સુચના આપવામાં આવી છે.