
ગાંધીનગર જુના સચિવાલય બ્લોક નંબર - 20 ખાતે રાજ્ય વેરા નિરીક્ષક ક્લાસ ટુ અધિકારી 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.
ગાંધીનગર જુના સચિવાલયમાં સહાયક રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી ખાતે રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા લાંચિયા સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત રૂ. 10,000 ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા અધિકારી સુરેન્દ્રસિંહ પુરોહિતે GST નંબરમાં ઓફિસનું સરનામું બદલવા અને ધંધાનો હેતુ બદલવા મેમો નહિ આપવા લાંચ માંગી હતી.
https://twitter.com/ACBGujarat/status/1895825715884670991