
Gujarat Budget: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. ગુજરાતમાં કાયદો અને સુરક્ષામાં વધારો કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે 14 હજારથી વધુ પોલીસની ભરતી કરાશે. આ સાથે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા નવી 1390 જગ્યાઓ ઉભી કરાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સાયબર ફોરન્સિક લેબ બનાવાશે. રાજ્યમાં લોકોની સાથે થતા ઓનલાઈન ફ્રોડ અટકાવવા સાયબર સુરક્ષા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ બનાવાશે.
ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
મેટ્રો રેલ માટે 27,030 કરોડની જોગવાઇ
IIT હેઠળ 5 લાખ યુવાનોને લાભ
એલ.ડી.કોલેજ અને 6 સંસ્થાઓ ખાતે AIની સુવિધા
બે નવા એક્સપ્રેસ વેની પણ જાહેરાત
ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરિડોર હેઠળ 12 નવા કોરિડોર બનશે
85 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિનો લાભ
પોતાના ઘર માટે અપાતી સહાયમાં વધારો કરાશે
ટેક્સટાઇલ પોલીસી હેઠળ 2 હજાર કરોડની જોગવાઇ
નાણામંત્રીએ આ વર્ષે બજેટ રજૂ કરતાં ગરીબોની સુવિધા ઉપર ફોકસ કર્યું છે. ગરીબોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે. નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી છે.
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત. આ બેંકેબલ યોજનામાં 10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે.