Gujarat Weather Forecast: છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે હવે ફરી ગુજરાતમાં મેઘરાજાની રિએન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (7 જૂન) રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, બીજી બાજુ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ બાજુની રહેશે. હવામાં ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.

