
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી. વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14 હજાર 281 કરોડનો વધારો થયો હતો. કુલ દેવા અને અન્ય જવાબદારી પહોંચી 24 હજાર 534 કરોડ પર પહોંચી ગઇ હતી. જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ રૂપિયા થઈ હતી. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા થયું હતું. ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી 10.99 ટકા થઈ હતી.
લાભાર્થીઓને તેમના ખાતામાં લાભ ન મળ્યોઃ કેગ
મોદી સરકાર સતત કહી રહી છે કે તેઓએ લાભાર્થીના ખાતામાં સીધી સહાય પહોંચાડી છે. પરંતુ ગુજરાતમાં કેટલાક લાભાર્થીઓને તેમના ખાતામાં લાભ ન મળ્યાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળ્યો નથી. NFBS સ્કીમમાં 27,801 લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યા હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીઓની બેદરકારીના કારણે લાભાર્થીઓને સહાય ન મળી હોવાનો ખુલાસો થયો છે.
લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યાઃ કેગ
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વર્ષ 2014થી 19 દરમિયાન 201 પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યા છે. ડાંગના આહવા તાલુકામાં વર્ષ 2017થી 20 દરમિયાન 774 લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યા છે. NFBS સ્કીમમા BPL કાર્ડ ધારક પરિવારના મોભીના અકસ્માત મૃત્યુ બાદ તેમના વિધવા સહાય તરીકે સરકાર રૂ. 20 હજારની વન ટાઇમ સહાય ચૂકવે છે. મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીની બેદરકારીથી વિધવાઓને રૂપિયા 20 હજારની સહાય ના મળી. .
સમયસર પેન્શન ન મળતું હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો
NSAP યોજના અંતર્ગત લાભાર્થીઓને સમયસર પેન્શન ન મળતું હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. NSAP યોજનાના 3820 લાભાર્થીઓને વર્ષ 2017થી 21 દરમિયાન 1થી 38 મહિના સુધી પેન્શન મળ્યું નહોતું. 1072 લાભાર્થીઓના મૃત્યુ અથવા BPLથી ઉપર આવ્યાની ચકાસણી ન થતા સહાય ચૂકવાની રહી ગઈ છે. 170 લાભાર્થીઓની ઓળખ થઈ ચૂકી હોવા છતાં પણ સહાય ચૂકવાતી રહી છે.
જાહેર દેવામાં 14,281 કરોડનો વધારો થયો
રાજ્ય સરકારે વર્ષ 2023-24 માં બજાર માંથી 30,500 કરોડની લોન લીધી છે. વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14,281 કરોડનો વધારો થયો છે. જેમાં કુલ દેવા અને અન્ય જવાબદારીઓ સાથે રકમ 24,534 કરોડ પર પહોંચી છે. જ્યારે જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ થઈ છે. વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ થયું છે. ગુજરાતના દેવાના વ્યાજની ચૂકવણી 10.99 % છે.
GST ના કારણે રાજ્યને થતી આવકના નુકશાન સામે રાજ્ય સરકાર ને 10,693 કરોડનું વળતર મળ્યું છે. રાજ્ય સરકારે કેન્દ્ર તરફથી લોન પેટે 22,261 કરોડની રકમનો અસ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારનું કુલ મૂડી ખર્ચ 4.35 લાખ કરોડ દર્શાવાયું છે.