Monsoon 2024 : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ભારે ગરમી પડી રહી છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. IMD અનુસાર, ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ રાજ્યના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

