
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે. તારાંકિત પ્રશ્નોતરીથી કામગીરીનો શરૂઆત થયો હતો. હાર્દિક પટેલ પ્રશ્નોતરી સમયે બોલી રહ્યા હતા તે સમયે ઇમરાન ખેડાવાળા ગૃહમાં પ્રવેશ લીધો હતો. ત્યારે અધ્યક્ષે ઈમરાનખેડાવાળાને ટકોર કરી હતી. અધ્યક્ષે ઈમરાન ખેડાવાળાને ગૃહમાંથી બહાર જવા કીધું હતું.
અધ્યક્ષે ઈમરાન ખેડાવાળાને ગૃહમાંથી બહાર જવા કીધું
અધ્યક્ષે ટકોર કરતા કહ્યું કે કોઈ પણ સભ્ય જ્યારે બોલતા હોય તે સમયે ક્રોસ કરીને ગૃહના નિયમ મુજબ ન જઈ શકાય. અધ્યક્ષે બહાર જઈને સભ્ય ગૃહમાં બોલી રહે ત્યાર બાદ આવવા માટે જણાવ્યું હતું.
ધારાસભ્ય હાર્દિક પટેલે ગૃહમાં ઉદ્યોગો અંગે પોલ ખોલી
મળતા અહેવાલ પ્રમાણે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ગૃહમાં ઉદ્યોગો અંગે પોલ ખોલી હતી. જેમાં હાર્દિક પટેલે ફરિયાદ કરી હતી કે અમદાવાદ જિલ્લાની કંપનીઓ CSR ફંડ વાપરતી નથી. કંપનીઓ માત્ર NGOને નાણા ફાળવાતી હોય તેવું જણાવે છે.