Home / Gujarat / Gandhinagar : Leaders celebrated Holi festival with the Chief Minister in the Assembly

વિધાનસભામાં ઉજવાયો રંગોત્સવનો કાર્યક્રમ, મુખ્યમંત્રી અને અધ્યક્ષ સહિત નેતાઓ હોળીના રંગે રંગાયા

વિધાનસભામાં ઉજવાયો રંગોત્સવનો કાર્યક્રમ, મુખ્યમંત્રી અને અધ્યક્ષ સહિત નેતાઓ હોળીના રંગે રંગાયા

આવતી કાલે 13 માર્ચે દેશભરમાં હરખભેર હોઇલીનો તહેવાર મનાવવામાં આવશે. જ્યાં ભારતભરમાં અલગ અલગ રીતે હોળીનો આ તહેવાર ઉઆજવવામાં આવે છે. તેની પહેલા વિધાનસભામાં રંગોત્સવનો કાર્યક્રમ રખાયો. જેમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત રાજ્યના તમામ ધારાસભ્યોએ માં મૂકીને  રંગોત્સવ મનાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પ્રસંગે આદિવાસી ઘેરૈયા કલાકારોને ખાસ બોલાવવામાં આવ્યા હતા જેમણે પોતાનું સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યુ હતું. સાથે જ રંગોત્સવના આ સેલ્ફી ઇન્સ્ટોલેશન બનાવવામાં આવ્યું હતું અને ફ્લોરને ફૂલોનો ઉપયોગ કરીને કમળના ચિહ્નથી શણગારવામાં આવ્યો હતો

ગાંધીનગરમાં આજે નેતાઓએ ધામધૂમથી રંગોત્સવનો આ પ્રસંગ ઉજવ્યો હતો. જેમાં આજે વહેલી સવારથી જ ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધારાસભ્યો માટે ખાસ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું અ ખાસ વિધાનસભાની કાર્યવાહીના સમયમાં પણ ફેરફાર કરાયો હતો.

વિધાનસભાના આ રંગોત્સવમાં તમામ ધારાસભ્યો એકબીજા પર અબીલ-ગુલાબ અને કેસૂડાથી હોળી રમતા જોવા મળ્યા હતા. તો સાથે જ કેટલાક ધારાસભ્યો પીચકારીથી હોળી રમતા દેખાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે રંગોત્સવમાં હોળી રમવા પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના નેતાઓ હોળી રમતા જોવા મળ્યા હતા.


Icon