ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સેશનમાં પ્રશ્નોતરીકાળ ચાલી રહ્યો છે. ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની બજેટની ચર્ચા કરવામાં આવી હતી.આ દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જીગ્નેશ મેવાણીએ મહીસાગરના કલેક્ટરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેલ પાછળ ધકેલવાની માગ કરી હતી.
સફાઇના સાધનો કેમ વસાવવામાં આવતા નથી- જીગ્નેશ મેવાણી
ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના બજેટની ચર્ચા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, સફાઇ કર્મીને ગટરમાં ઉતરીને કામ ન કરવું પડે તેના સાધનો વસાવવામાં આવતા નથી. અસ્પૃશ્યતા અને આભડછેટ રહેશે તેઓ સરકાર ઇચ્છતી રહી છે.
મહીસાગર કલેક્ટરને જેલ પાછળ ધકેલો- જીગ્નેશ મેવાણી
આ સાથે જ વડગામના ધારાસભ્યએ મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ અશ્લીલ શબ્દો વાપરતા તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ના આવી હોવાની રજૂઆત કરી હતી. જીગ્નેશ મેવાણી દ્વારા માગ કરાઇ હતી કે મહીસાગરના કલેક્ટર સામે ફરિયાદ નોંધીને તેમને જેલ પાછળ ધકેલવામાં આવે.
દલિત અને આદિવાસીઓની વેદના સાંભળવા મુખ્યમંત્રી નથી તૈયાર- મેવાણી
જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દલિત અને આદિવાસી વેદના સાંભળવા તૈયાર ના હોવાની રજૂઆત કરી હતી. ગોંડલમાં પીડિત પરિવારના આંસુઓ લુછવા માટે મુખ્યમંત્રી ન જઇ શક્યા અને ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહમાં જઇ શકાય.