
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં એક મહત્ત્વની જાહેરાત કરી છે. જેમાં તેમને જણાવ્યું કે, રાજ્યમાં આવેલા કમામ જિલ્લામાં આગામી એક વર્ષમાં મેડિકલ કોલેજો શરૂ થશે. જેથી પ્રજાને મેડિકલ સુવિધા સારી રીતે મળી રહે અને તબીબો પણ રાજ્યને પૂરતા પ્રમાણમાં મળી રહે. ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં વિદેશ કે અન્ય રાજ્યોમાં ભણવા જતા વિદ્યાર્થીઓને મેડિકલ કૉલેજ હોવાથી અભ્યાસ માટે દૂર જવાની કોઈ જરૂર રહેતી નથી. તેમને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાલ મેડિકલ ક્ષેત્રે દર વર્ષે 7250 એમબીબીએસ તબીબો મળે છે.