Home / Gujarat / Gandhinagar : Metro railway cables worth Rs 17.85 lakh stolen on Gandhinagar route

Gandhinagarના રૂટમાં 17.85 લાખના મેટ્રો રેલવેના કેબલ ચોરાયા, સરકારને ‘‘ધોળા ચોરો દેખાતા જ નથી

Gandhinagarના રૂટમાં 17.85 લાખના મેટ્રો રેલવેના કેબલ ચોરાયા, સરકારને ‘‘ધોળા ચોરો દેખાતા જ નથી

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ સ્થિતિમાં તસ્કરો દ્વારા મેટ્રો રેલના 700 મીટર જેટલા કેબલની ચોરી કરી લેવામાં આવતા રેલ વ્યવહાર અટવાયો હતો અને આ મામલે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં 17.85 લાખ રૂપિયાના કેબલ ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તસ્કર ટોળકીને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારને ‘‘ધોળા ચોરો દેખાતા જ નથી 

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે તસ્કરોને જાણે કોઈ બીક જ ના હોય તેમ જાહેર સ્થળોને પણ છોડતા નથી ત્યારે આ વખતે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી મેટ્રો રેલના 700 મીટર લાંબા કેબલની ચોરીની ઘટના બહાર આવી છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સેક્શન એન્જિનિયર મયુરભાઈ બાહુલભાઈ જોષીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ છેલ્લા દસ વર્ષથી મેટ્રો રેલમાં પાવર સપ્લાય ટ્રેક્શનનું કામ સંભાળે છે. 

ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય મળતો નથી

રવિવારે મોડી રાત્રે 3  વાગ્યાના અરસામાં ટ્રેક્શન પાવર કંટ્રોલર અમર પટેલનો ફોન આવ્યો હતો કે, ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય મળતો નથી અને ટ્રેન કોબા સર્કલ મેટ્રો સ્ટેશનથી જૂના કોબા મેટ્રો સ્ટેશન તરફ જઈ શકતી નથી.  ઘટનાસ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે મેટ્રો રેલના પાટા પરથી ઇલેક્ટ્રિક સપ્લાય કેબલ કોઈ અજાણ્યા ચોર ઈસમે ધારદાર સાધન વડે કાપીને ચોરી લીધા છે.

કોબા સર્કલ મેટ્રો સ્ટેશનથી કોબા મેટ્રો સ્ટેશન તરફ ડક બ્રિજ ઉપર મેટ્રો ટ્રેનના પાટાની બાજુમાંથી 28 નંગ ઇલેક્ટ્રિક કોપર કેબલ ચોરી કરવામાં આવ્યા છે. ચોરાયેલા કેબલની કુલ લંબાઈ આશરે 700 મીટર છે અને તેની અંદાજિત કિંમત 17.85 લાખ રૂપિયા છે. જેના પગલે હાલ ઇન્ફોસિટી પોલીસ મથક દ્વારા આ મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુનો હાથ હોવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related News

Icon