Home / Gujarat / Gandhinagar : PM Modi inaugurates 5536 development works

આતંકના કાંટાને કાઢીને ફેકી દેવો જોઇએ,2047માં વિકસિત ભારતનું લક્ષ્ય - ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી

આતંકના કાંટાને કાઢીને ફેકી દેવો જોઇએ,2047માં વિકસિત ભારતનું લક્ષ્ય - ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીનગર ખાતે શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.આ પહેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન મહાત્મા મંદિરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પીએમ મોદીએ કહ્યું કે, હું બે દિવસથી ગુજરાતના પ્રવાસે છું. કાલે વડોદરા, દાહોદ,ભૂજ,અમદાવાદ અને આજે સવારે ગાંધીનગર. હું જ્યા જ્યાં ગયો એવું લાગી રહ્યું છે દેશભક્તિ જ જોવા મળે છે. ગર્જના કરતો સિંદુરીયા સાગર. સિંદુરીયા સાગરની ગર્જના અને લહેરાતો તિરંગો.જન મનના હદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ, એવો નજારો હતો,એક એવું દ્રશ્ય હતું આ માત્ર ગુજરાતમાં નહીં હિન્દુસ્તાનના ખુણે ખુણામાં હતું. દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે. શરીર કેટલું પણ સ્વસ્થ કેમ ના હોય પરંતુ એક કાંટો વાગે છે ત્યારે આખુ શરીર પરેશાન રહે છે. અમે નક્કી કરી લીધુ કે તે કાંટાને કાંઢીને રહીશું.

આતંકના કાંટાને જડમૂળથી ઉખાડી ફેકો- પીએમ મોદી

1947માં જ્યારે મા ભારતીના ટુકડા થયા. તે રાત્રે પ્રથમ આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો, મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓ,મુજાહિદોના નામ પર પાકિસ્તાને હડપી લીધો.તે દિવસે જો આ મુજાહિદીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત તો અને સરદાર પટેલની ઇચ્છા હતી કે પીઓકે પરત નહીં આવે ત્યાર સુધી સેના રોકાવી ના જોઇએ. તે સમયે વાત માનવામાં ના આવી. મુજાહિદીન જે લોહી ચાખી ગયા હતા તે સીલસીલો 75 વર્ષથી ચાલતો આવે છે. પહેલગામમાં પણ તેનું વિકૃત રૂપ જોવા મળ્યુ.75 વર્ષ સુધી જેલતા રહ્યાં અને પાકિસ્તાન સાથે જ્યારે યૃદ્ધનો સમય આવ્યો ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું કે લડાઇમાં તે ભારત સામે જીતી નથી શકતા અને માટે તેમને પ્રોક્સી વોર શરૂ કર્યો. સૈન્ય ટ્રેનિંગ થાય છે, સૈન્ય ટ્રેઇની આતંકી ભારત મોકલવામાં આવે છે અને નિર્દોષ લોકો જે મુસાફરી કરવા ગયા છે, કોઇ બસમાં જઇ રહ્યું છે, કોઇ હોટલમાં બેઠુ છે, કોઇ ટુરિસ્ટ બનીને જઇ રહ્યું છે જ્યા તક મળી તે મારતા રહ્યાં અને અમે સહેતા રહ્યાં.

આ યુદ્ધ જ છે- પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, આજ સુધી જે આપણે પ્રોક્સીવોર કહેતા હતા 6 મે બાદ જે દ્રશ્યો જોવા મળ્યા તે બાદ આપણે પ્રોક્સીવોર કહેવાની ભૂલ કરી નથી શકતા અને તેનું કારણ છે જ્યારે આતંકવાદના 9 ઠેકાણા નક્કી કરીને 22 મિનિટમાં સાફ કર્યા, તેમને ધ્વસ્ત કરી દીધા.આ વખતે બધા કેમેરા સામે વ્યવસ્થા રાખી હતી કે અમારા ઘરમાં કોઇ પુરાવા ના માંગે. હવે આપણે પુરાવા આપવાની જરૂર નથી.હું એટલા માટે કહું છું કે તેને પ્રોક્સીવોર નથી કહી શકતા. આતંકીઓના જનાજા નીકળ્યા 6 મે બાદ જેમની હત્યા થઇ તે જનાજાને સ્ટેટ ઓનર આપવામાં આવ્યું પાકિસ્તાનમાં, તેમના કોફિન પર પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા, તેમની સેનાએ તેમને સેલ્યુટ આપી આ સિદ્ધ કરે છે કે આતંકવાદી ગતિવિધિ પ્રોક્સીવોર નથી આ તમારી વિચારેલી યુદ્ધની રણનીતિ છે, તમે યુદ્ધ જ કરી રહ્યાં છો અને તેનો જવાબ પણ તેવી રીતે જ મળશે.

દેશવાસીઓને તેમના હકનું પાણી મળવું જોઇએ- પીએમ મોદી

હું નવી પેઢીને કહેવા માંગુ છુ દેશને કેવી રીતે બરબાદ કરવામાં આવ્યું છે. 1960માં જે સિંધુ જળ સમજૂતિ થઇ છે તેના પર નજર કરશો તો ચોકી જશો. જમ્મુ કાશ્મીરની અન્ય નદીઓ પર ડેમ બન્યો છે તે ડેમનું સફાઇનું કામ કરવામાં નહીં આવે, સફાઇ માટે જે નીચે ગેટ છે તે ખોલવામાં નહીં આવે. 60 વર્ષ સુધી આ ગેટ ખોલવામાં ના આવ્યા. દેશ વાસીઓને તેમના હકનું પાણી મળવું જોઇએ. અમે વધારે કઇ કર્યું નથી. અમે ડેમ થોડા ખોલીને સફાઇ શરૂ કરી છે, જે કચરો હતો તે કાઢી રહ્યાં છીએ. અમે કોઇની સાથે દુશ્મની નથી ઇચ્છતા. અમે શાંતિથી જીવન જીવવા માંગીએ છીએ. અમે પ્રગતિ પણ એટલા માટે કરવા માંગીએ છીએ કે વિશ્વની ભલાઇમાં અમે પણ થોડુ યોગદાન આપી શકીયે અને એટલા માટે અમે એક નિષ્ઠ ભાવથી કોટી કોટી ભારતીયોના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યાં છીએ.

દુનિયાની ચોથી ઇકોનોમી બન્યું ભારત-પીએમ મોદી
 
અમે આજે દુનિયાની ચોથી ઇકોનોમી બન્યા છીએ. કોઇને પણ સંતોષ થશે કે જાપાનને પણ પાછળ છોડી દીધુ છે. 6થી 5 બન્યા હતા ત્યારે દેશમાં ઉમંગ હતો, ઉત્સાહ હતો તેનું કારણ આ હતું કે અઢીસો વર્ષ સુધી જેમને આપણી પર રાજ કર્યું તે યુકેને પાછળ છોડી દીધુ અને હવે ચાર બનવાનો આનંદ જેટલો હોવો જોઇએ તેટલો ત્રણ પર ક્યારે આવીશું તેનું દબાણ વધી રહ્યું છે. દેશ રાહ જોવા તૈયાર નથી અને કોઇએ રાહ જોવાનું કહ્યું તો પાછળથી નારો આવે છે-મોદી હૈ તો મુમકિન હૈ.

2047માં વિકસિત ભારતનું લક્ષ્ય-PM મોદી

અમારૂ લક્ષ્ય છે 2047માં ભારત વિકસિત થવુ જોઇએ. આઝાદીના 100 વર્ષ અમે આ રીતે જ નહીં વિતાવીયે. આઝાદીના 100 વર્ષ એવી રીતે મનાવીશું કે દુનિયામાં વિકસિત ભારતનો ઝંડો લહેરાશે. તમે કલ્પના કરો કે 1920,1925-1945 કાળખંડમાં ભગતસિંહ, સુખદેવ કે રાજગુરૂ હોય, નેતાજી સુભાષબાબુ, વીર સાવરકર હોય મહાત્મા ગાધી હોય સરદાર પટેલ હોય તેમને જે ભાવ ઉભો કર્યો હતો અને દેશના મનમાં આઝાદીના લલક ના હોત, આઝાદી માટે જીવવા મરવાની પ્રતિબદ્ધતા ના હોત, આઝાદી સહન કરવાની સહનશક્તિ ના હોત તો 1947માં આઝાદી ના મળી હોત.આઝાદી એટલા માટે મળી તે સમયે 25-30 કરોડ વસ્તી હતી તે બલિદાન માટે તૈયાર હતી. 25-30 કરોડ લોકો સંકલ્પબદ્ધ થઇને 20-25 વર્ષની અંદર અંગ્રેજોને અહીંથી કાઢી શકે છે તો આવનારા 25 વર્ષમાં 140 કરોડ લોકો વિકસિત ભારત બનાવી પણ શકે છે.

2035માં ગુજરાતના 75 વર્ષ થશે- -PM મોદી

2035માં જ્યારે ગુજરાતના 75 વર્ષ થશે ત્યારે ગુજરાત 10 વર્ષમાં ક્યા પહોંચશે તેનો રોડમેપ તૈયાર કરવો જોઇએ. આપણે સંકલ્પ લેવો જોઇએ. ગુજરાત 75 વર્ષનું થાય તેના એક વર્ષ બાદ જે ઓલિમ્પિક યોજાવાનું છે તે ઓલિમ્પિક દેશ ઇચ્છે છે ભારતમાં યોજાય. જે રીતે આપણુ આ લક્ષ્ય છે કે આપણે જ્યારે ગુજરાતના 75 વર્ષ થઇ જાય, ગુજરાત જ્યારે બન્યું તે સમયના અખબાર કાઢીને જુવો શું ચર્ચા થતી હતી કે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઇને શું કરશે? ગુજરાત પાસે શું છે, દરિયો છે, ખારો પાટ છે, રણ છે, બીજી તરફ પાકિસ્તાન છે? ગુજરાત પાસે કોઇ મિનરલ નથી તે કેવી રીતે પ્રગતિ કરશે. આવી ચર્ચાઓ થતી હતી, તે ગુજરાત જેની પાસે એક જમાનામાં નમકથી ઉપર કઇ નહતું આજે દુનિયાને હીરા માટે ગુજરાત જોઇએ.ક્યા નમક અને ક્યા હીરા.

અર્બન એરિયામાં ઇકોનોમીના ગ્રોથ સેન્ટર બનાવવાનું કામ કરવું પડશે-PM મોદી

મારા પર દબાણ વધવાનું છે કે મોદીજી સારૂ છે ચાર નંબર તો પહોંચી ગયા ત્રણ પર ક્યારે પહોંચશો તેની જડિબુટ્ટી તમારી પાસે છે. અર્બન એરિયામાં ઇકોનોમીના ગ્રોથ સેન્ટર બનાવવાનું કામ કરવું પડશે. જનસંખ્યાને કારણે વૃદ્ધિ થાય તેવા શહેર ના હોઇ શકે, શહેર આર્થિક ગતિવિધિના કેન્દ્ર બનવા જોઇએ. ટુ ટિયર-થ્રી ટિયર સિટી પર ભાર મુકવો જોઇએ. દેશની નગરપાલિકા,મહાનગરપાલિકાને કહેવા માંગુ છું શહેરી વિકાસ સાથે જોડાયેલા લોકોને કહેવા માંગુ છુ કે એક વર્ષમાં નગરની ઇકોનોમીને ક્યા પહોંચાડીશું, તેનું કદ કેવી રીતે વધારીશું. મોટાભાગની નગરપાલિકા નવી નવી બને છે ત્યારે એક મોટુ શોપિંગ સેન્ટર બનાવી દે છે. 30-40 દુકાનો બનાવી દેશે અને તેને લેવાવાળું કોઇ હોતું નથી. એગ્રો પ્રોડક્ટ છે જે ખેડૂતો ઉગાડે છે તેમાંથી ખેતીની વસ્તુઓ આવે તેનાથી ગામનું ભલુ થશે, શહેરનું ભલુ થશે. 

વિદેશી સામાન ખરીદતા બચે વેપારી

PM મોદીએ કહ્યું કે 2047 સુધી વિકસિત ભારત બનાવવા અને અર્થવ્યવસ્થાને ચારથી ત્રણ નંબર પર લિ જવા માટે હવે કોઇ વિદેશી વસ્તુનો ઉપયોગ નહીં કરીયે. આપણે ગામે ગામના વેપારીઓને શપથ લેવડાવી પડશે કે વિદેશ વસ્તુઓ પર કેટલો પણ નફો કેમ ના હોય કોઇ પણ વિદેશી વસ્તુ નહીં વેચીયે. આજે નાની આંખ ધરાવતા ગણેશજી પણ વિદેશથી આવે છે, ગણેશજીની આંખ પણ ખુલતી નથી. હોળી પર રંગ અને પિચકારી પણ વિદેશમાંથી આવે છે.

દેશવાસીઓને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર માટે એક નાગરિક હોવાને કારણે તમારે એક કામ કરવાનું છે. ઘરોમાં જઇને લિસ્ટ બનાવો કે તમારા ઘરમાં સવારથી સાંજ સુધી કેટલી વિદેશી વસ્તુઓનો ઉપયોગ થાય છે. હેરપિન, ટૂથપિક સુધી ઘરોમાં વિદેશી ઘુસી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે દેશને બચાવવાનું છે, બનાવવાનું છે અને આગળ વધારવાનું છે તો ઓપરેશન સિંદૂર માત્ર સૈનિકોની જવાબદારી નથી, ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોની જવાબદારી છે.

Related News

Icon