
Rain In Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સોમવારે (23 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 9.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 42 તાલુકામાં 1 થી 9 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો.
12 કલાકમાં 135 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (23 જૂન) સાંજે 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સુરસ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે, ત્યારે સુરતના કામરેજમાં 7.36 ઈંચ, પલસાણામાં 6.3 ઈંચ, બારડોલીમાં 4.8 ઈંચ, તાપીના ડોલવણમાં 4.29 ઈંચ, સુરતના ઓલપાડમાં 4.21 ઈંચ, આણંદના બોરસદમાં 3.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 93 થી વધુ તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
આજે 23 જૂને સાંજે 7 વાગ્યાના Nowcast મુજબ આગામી 3 કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
જુઓ કયા-કેટલો વરસાદ નોંધાયો