Home / Gujarat / Gandhinagar : Rushikesh Patel big statement on the health workers agitation

'હડતાળ સમેટી લો નહીં તો સરકાર પગલાં ભરશે', આરોગ્ય કર્મીઓના આંદોલન પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

'હડતાળ સમેટી લો નહીં તો સરકાર પગલાં ભરશે', આરોગ્ય કર્મીઓના આંદોલન પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષથી ના સંતોષાતા સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં અલગ અલગ રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોગ્ય કર્મીઓ હડતાળ સમેટી લે નહીં તો સરકાર પગલાં ભરશે- ઋષિકેશ પટેલ

મારી એટલી અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવામાં જતા હોય, પીડિતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઇને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી. મારી અપીલ છે કે તેઓ હડતાળ વહેલી તકે સમેટી લે નહીં તો સરકારને પણ યોગ્ય પગલા લેવાની ફરજ પડશે.

આરોગ્ય કર્મીઓની અટકાયત

ગાંધીનગરમાં વિવિધ માંગોને લઇને આંદોલન કરતા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રમુખ રમજીતસિંહ મોરી સહિતના કર્મીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પડતર પ્રશ્નો મુદ્દે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મીઓ કામથી અળગા રહ્યાં હતા.

કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ પરમારે કહ્યું કે, ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મીઓના 4 માગણી સ્વીકારી હતી પણ 2 વર્ષ વીતી ગયા બાદ પણ સરકાર તેની અમલવારી કરતી નથી.

ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાજ્યમાં આરોગ્ય કર્મીઓએ વિવિધ માંગોને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી હતી. આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા ગાંધીનગર ગેટ નંબર-1 આગળ 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે.ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.

આરોગ્ય કર્મીઓની શું છે માંગ?

આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.

Related News

Icon