
રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવે છે કે બપોરના સમયે ખાસ કામ હોય તો જ બાહર નીકળવું હજું તો આ શરૂઆત છે. તો બીજી તરફ આજે ગુજરાતમાં આમ તો ગરમીમાં આંશિક રાહત મળે તેવું હવામાન રહેવાનું છે. તેમ છતાંય રાજ્યમાં ત્રણ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ
કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, ગાંધીનગર અમદાવાદ, આણંદ, રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદ સહિત 8 શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું
અમદાવાદ સહિત 8 શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટમાં 42.1 ડીગ્રી તાપમાન નોંધાયું. આરોગ્ય વિભાગે લોકોને ગરમીથી બચવા વધુ પાણી પીવા, સુતરાઉ કપડાં પહેરવા સહિતના દિશાનિર્દેશ કર્યા છે.