
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સત્રમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં સરકાર દ્વારા અપાયેલા જવાબ આવી રહ્યા છે. અદાણી પાવર પાસે વીજ ખરીદીને લઈ બહાર વિગતો સામે આવી છે.
ગુજરાત સરકારે અદાણી પાવરને ફિક્સ ચાર્જ પેટે બે વર્ષમાં રૂપિયા 2,798 કરોડ જેટલી અધધ રકમ ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ષ-2023 માં રૂપિયા 1395 કરોડ ફિક્સ ચાર્જ પેટે ચુકવ્યા છે.
આ ઉપરાંત વર્ષ-2024માં અદાણી પાવરને સરકારે 1403 કરોડ રૂપિયા ફિક્સ ચાર્જ પેટે ચુક્વ્યા છે. રાજ્ય સરકારે વર્ષ-2007માં રૂપિયા 2.89થી 2.35ના દરે કરાર કર્યા હતા. જો કે આ કરારમાં વધુ રેટે વીજળી મોંઘી મળી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. વધુ ભાવે વીજળી ખરીદી અને યુનિટના ચાર્જ સહિતની વિગતો સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરી હતી. આટલું ઓછું હોય તેમ વર્ષ-2023માં 8.99થી રૂપિયા 3.24ના દરથી અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી હોવાનું સરકારી સ્વીકાર્યું હતું.જે બીજા વર્ષે એટલે કે, વર્ષ-2024માં રૂપિયા 6.09થી 3.9ના દરથી વીજળી ખરીદી હતી.