Home / Gujarat / Gandhinagar : Threat of hunger strike to demand recruitment for 800 posts of Gsec in Gujarat

ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા, 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારોની ભૂખ હડતાળ

ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા, 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારોની ભૂખ હડતાળ

ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની 800 જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકાર અને વીજ કંપની દ્વારા અખાડા થઈ રહ્યા છે. ત્યારે હવે ઉમેદવારોએ આજે ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ વ્યક્ત કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

100 કરતા વધારે લોકો ભૂખ હડતાળ કરશે

આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે 3 માર્ચે પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. ત્યારબાદ સરકારને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ, જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરૂ કરી નથી ત્યારે અમારી પાસે ભૂખ હડતાળ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. પહેલી એપ્રિલથી 100 કરતા વધારે લોકો ભૂખ હડતાળ શરૂ કરશે. જ્યાં સુધી લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે.
 
ઉમેદવારોનું કહેવું છે કે, પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવ્યા બાદ પણ 5500 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી નથી. કારણકે આ જગ્યાઓ ભરવાની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ કરાવવાની નીતિ અપનાવવામાં આવી છે. જીસેકમાં છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી. જેના કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશિપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.

TOPICS: gsec recruitment
Related News

Icon