
ગાંધીનગર સાયબર ક્રાઇમે પ્રથમ વખત કોલ કરતા ડિજિટલ અરેસ્ટમાં એક આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે છેતરપીંડી કરતી ચાઈનીઝ કંબોડીયન ગેંગના ભારતીય સભ્યની ધરપકડ કરી છે. ફેડેકસ કુરિયર કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી આરોપી ભોગ બનનારને કોલ કરતો હતો. અને સ્ક્રાઇપ એપ્લિકેશન મારફતે ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતી હતી આ ગેંગ.
આ પણ વાંચો : ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ઝડપાયેલો આરોપી ચેતન કોકરે મહારાષ્ટ્રનો વતની છે જે ભોગ બનનારને કોલ કરી ડરાવતો હતો. એક દિવસમાં 100 જેટલા કોલ કરી છેતરપીંડી કરતા હતા, આ 100 વ્યક્તિમાંથી 5 જેટલા લોકો તેના સંપર્કમાં આવી તેના સકંજામાં ફસાઈ જતા હતા. તેઓ પોલીસનો ખોટો યુનિફોર્મ ડ્રેસ પેહરીને બેસતા અને ટેલિગ્રામ,સ્કાઇપ એપ્લિકેશનના મારફતે કોલ કરતા હતા.
મોટેભાગે ભોગ બનનારને 'તમારું પાર્સલ આવ્યું છે અને તેમાં ડ્રગ્સ છે' તેવું કહી આરોપી લોકો સાથે છેતરપીંડી કરતો હતો. આમ કરીને તેણે અત્યારસુધીમાં કુલ 3 કરોડ 99 લાખ રૂપિયા ફરિયાદીઓ પાસેથી પડાવ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી પુખ્ત પુરાવારુપે વીડિયો મળ્યા છે, જેમાં એક બિલ્ડીંગ છે જ્યાં 50 જેટલા માણસો કામ કરે છે, જેમાં અમુક લોકો કોલ કરતા, અમુક પોલીસનો ખોટો ડ્રેસ પહેરી ભોગ બનનારને ડરાવતા, આવા અનેક અલગ અલગ કામો આરોપીઓ કરતા હતા.
વૃદ્ધ દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 61 લાખ રૂપિયા પડાવ્યા
મહુધાના મહિસા ગામના વૃદ્ધ દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 61 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે મામલામાં ખેડા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રૂ.43 લાખ પરત અપાવવામાં આવ્યા.
આ પણ વાંચો : જ્યારે બેન્ક કર્મચારીની એક ભૂલને કારણે ટ્રાન્સફર થઇ ગયા 2000 કરોડ, જાણો પછી શું થયું?
ગઠીયાઓએ આ દંપતિને વોટ્સએપ કોલ કરી કહ્યું કે, 'મુંબઈથી CBI ઓફિસર બોલું છું, તમારા દીકરા-દિકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે' તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ દંપતિ પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મુક્યા અને બીજા દાગીના વેચી ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ RTGS કર્યા હતા.