Home / Gujarat / Gandhinagar : UCC to be implemented in Gujarat

ગુજરાતમાં UCC લાગુ થશે, 5 સભ્યોની કમિટીની રચના; 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે

ગુજરાતમાં UCC લાગુ થશે, 5 સભ્યોની કમિટીની રચના; 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. UCC લાગુ કરવા માટે 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. 45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશે.સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. 45 દિવસમાં UCC કમિટી સરકારને રિપોર્ટ સોપશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

પત્રકાર પરિષદ સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના તમામ નાગરિકને સમાન તક મળે તે માટે કોમન સિવિલ કોડ લાગુ કર્યો છે. આર્ટિકલ 370ની નાબૂદી, ત્રીપલ તલાકના કાર્ય થઇ રહ્યાં છે. રાજ્યના નાગરિકોને સમાન તક મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી 45 દિવસમાં રિપોર્ટ આપશે અને પછી ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ લાવવામાં આવશે અને કાયદો બનશે.

UCCની કમિટીમાં આ 5 લોકોની કમિટી બનાવવામાં આવી

રંજના દેસાઇ,, સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ
આર.સી.કોડેકર,સિનિયર વકીલ
એલ.સી.મીના
દક્ષેશ ઠાકર
ગીતા શ્રૌફ

'આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખાશે'

પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. 

બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં. 

 

 

Related News

Icon