
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર આ માહિતી આપી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને આ પહેલા આમ આદમી પાર્ટીના દંડક-જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું.
https://twitter.com/isudan_gadhvi/status/1938136669305061625
AAPના ઉમેશ મકવાણાનું દંડક-જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું
ઉમેશ મકવાણાએ કહ્યું કે, "જે હેતુ માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો.મને ક્યાકને ક્યાક ક્ષતિ જણાઇ રહી છે. મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડકની જવાબદારીમાંથી રાજીનામું આપુ છું.જોઇન્ટ સેક્રેટરીમાં રાજીનામું આપુ છું. વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ પરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઇ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, ભાજપ સામે અવાજ ઉઠાવી શકે તેવા વ્યક્તિને જવાબદારી સોપવાની વિનંતી કરૂ છું. ભાજપ હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે તેમનો મત પુરતો ઉપયોગ કરવામાં આવે છે અને ચૂંટણી પુરી થાય ત્યારે તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.