Home / Gujarat / Gandhinagar : Weather: Severe heat forecast for 5 days in the state, heat alert in 10 districts of Kutch-Saurashtra North Gujarat

Weather: રાજ્યમાં 5 દિવસ આકરી ગરમીની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં ગરમીનું એલર્ટ

Weather: રાજ્યમાં 5 દિવસ આકરી ગરમીની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં ગરમીનું એલર્ટ

Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે (5 એપ્રિલ, 2025) કચ્છમાં ઑરેન્જ અને રાજકોટ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવને લઈને યલો અને ઑરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં 6-7-8 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી જિલ્લામાં યલો ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

 
9 એપ્રિલની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 9 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 42.8 ડિગ્રી, કંડલા ઍરપોર્ટમાં 42 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.9 ડિગ્રી, વી.વી. નગરમાં 39.2 ડિગ્રી, વડોદરામાં 38.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, કેશોદમાં 40.9 ડિગ્રી, પોરબંદરમાં 37 ડિગ્રી, નલિયામાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. 

Related News

Icon