Gir Somnath News: ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ગીર સોમનાથમાં ધોધમાં નહાવા ગયેલા 6 લોકોને મહા મહેનતે બચાવવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં કોડિનારના ઘાંટવડ ગામે આવેલ જમજીલ ધોધમાં 6 લોકો નહાવા ગયા હતા જ્યાં તે તમામ પાણીના તોફાની વહેણમાં ફસાઈ ગયા હતા. જો કે, સ્થાનિક લોકોએ દોરડા બાંધી તમામનો જીવ બચાવ્યો હતો. તંત્ર દ્રારા અહીં નહાવા પર પ્રતિબંધના બોર્ડ પણ લાગ્યા છે.