Home / Gujarat / Gir Somnath : Gir: Safety for lions is more important than technology

ગીર: ટેકનોલોજીને બદલે સિંહોને સલામતી મળે તે વધુ જરૂરી, અગાઉ કરોડોનું આંધણ કરાયું પણ સફળતા ન મળી

ગીર: ટેકનોલોજીને બદલે સિંહોને સલામતી મળે તે વધુ જરૂરી,  અગાઉ કરોડોનું આંધણ કરાયું પણ સફળતા ન મળી

ગીરના ઘરેણા સમાન સિંહો માટે અગાઉ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પ્રોજેક્ટ લાયન હેઠળ વર્ષ 2047 સુધીમાં રૂપિયા 2927 કરોડ સિંહોના સંરક્ષણ સંવર્ધન માટે વાપરવામાં આવશે અને તેનાથી ખુબ મોટા ફાયદા થવાના છે, તેવો દાવો થઈ રહ્યો છે. વન વિભાગના એક નિવૃત ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે અગાઉ કરોડો રૂપિયા ખર્ચ કરી અનેક ટેકનોલોજી વિકસાવી હતી. જેમાં 75થી વધુ સિંહોને રેડીયોકોલર ફીટ કરનામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સિંહોને રેડીયોકોલર થઈ શકે જ નહીં. રેડીયોકોલરના કારણે અનેક સિંહોના મોત થયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આડેધડ એનિમલ કેર હોસ્પિટલો બનાવી નાખવામાં આવી

તેવી જ રીતે આડેધડ એનિમલ કેર હોસ્પિટલો બનાવી નાખવામાં આવી હતી. જ્યાં તબીબો નથી, અમુક દવાનો જથ્થો નથી, અમુક હોસ્પિટલો ધુળ ખાઈ રહી છે. આ ઉપરાંત સિંહએ જંગલનું પ્રાણી છે, તેની તંદુરસ્તી સારી હોય છે, અમુક પ્રાણી બિમાર અથવા નબળું હોય તો કુદરતના નિયમ પ્રમાણે તેનો ઉછેર થતો હોય છે, આટલી હોસ્પિટલો ઓછી હોય તેમ સાસણ નજીકના અભયારણ્યની 10 વિઘા જેટલી જમીનમાં કરોડોના ખર્ચે હોસ્પિટલ બની રહી છે.

સિંહ કે વન્ય પ્રાણી ફસાઈને ટ્રેનમાં આવી જાય તેવી સ્થિતિ ઉભી થઈ

લાખો રૂપિયાના ખર્ચે ડ્રોન કેમેરાઓ લીધા હતા. ત્યારે મોટા-મોટા દાવા કર્યા હતાકે, ડ્રોન કેમેરાથી જંગલ પર નજર રખાશે અને ગુનેગાર ડ્રોન કેમેરા ધુળ ખાઈ રહ્યા છે. રાજુલા પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે રેલ્વે ટ્રેક પર ફેન્સિંગ કરવામાં આવી તે ફેન્સિંગ તુટી ગઈ અને ઉલ્ટાનું તેમાં સિંહ કે વન્ય પ્રાણી ફસાઈને ટ્રેનમાં આવી જાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

 આડેધાડ જંગલમાં સ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે

હવે ટ્રેનની સ્પિડ ઘટાડતા ટ્રેન અકસ્માતના બનાવ ઘટ્યા છે. વધારે પડતી  ગ્રાન્ટના કારણે આડેધાડ જંગલમાં સ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે, તથા જંગલા સ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે, તથા જંગલના રસ્તાઓને અવાર-નવાર ખોટી રીતે રિપેરીંગના બહાને મસમોટા ખર્ચ થઈ રહ્યા છે. હેબીટેટ ઈમ્પ્રુમેન્ટ માટે જંગલના કુવાડીયા અને લેન્ટેના નામની બિનજૂરી વનસ્પિતનો નાશ કર્યાનો દર વર્ષે કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ ઉધારવામાં આવે છે. આ ઉપરાંત સિમ્બા પ્રોજેક્ટે હેઠળ મસમોટો ખર્ચ કરી એકને એક સિંહની બીજીવાર ગણના ન થાય તે માટે સોફ્ટવેર વસાવવામાં આવ્યો હતો. તેનો પણ કોઈ ફાયદો દર્શાવાયો નથી.આમ કરોડો રૂપિયાના ધુમાડા કર્યા બાદ પણ સિંહોને જોઈએ તેવો કોઈ ફાયદો થયો હોય તેવું સિંહના નિષ્ણાંતો વન વિભાગના અમુક અધિકારીઓ માનતા નથી. 

Related News

Icon