ગીર સોમનાથના ઉના નજીક તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડમાં નિતલી ગામના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો. કૂવામાં ખેડૂતની નજર પડતાં જશાધાર વણવિભાગને આ બાબતની જાણ કરી હતી. વનવિભાગની ટીમ દ્વારા કૂવામાંથી દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. કલાકોની જેહમત બાદ દીપડાને કૂવાની અંદર પાંજરે પૂરી હેમ ખેમ કૂવાની બહાર કઢાયો. હાલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો.