
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ વતનના પ્રવાસે છે. ત્યારે 12 જ્યોર્તિલિંગ પૈકી સોમનાથ દાદાના દર્શને પીએમને કાફલો પહોંચ્યો હતો. અહીં પીએમ મોદીએ સોમનાથ દાદાના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિર પરિસરમાં પૂજા-અર્ચન કરી રવાના થયા હતા. ત્યારબાદ તેઓએ સાસણ ગીર જવા રવાના થયા હતા.અગાઉ પીએમ મોદીનો કાફલો જામનગરમાં વનતારા ખાતે હતો.
https://twitter.com/ANI/status/1896168389875499379
ઘણા સમય બાદ પીએમ મોદીનું વતનમાં આગમન થયું છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસનું રોકાણ કરવાના છે. આ રોકાણમાં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આજથી તેઓ એકપછી એક કાર્યક્રમને આટોપતા જઈ રહ્યા છે. સવારે વનતારા ખાતે ગયા જ્યાં પીએમને જોવા લોકોનું કિડિયારું ઉમટયું હતું. ત્યાંથી પીએમ મોદી સીધા સોમનાથ મહાદેવના દર્શને ઉમટયા હતા. જ્યાં મંદિરમાં જઈ શાસ્ત્રોક્ત રીતે પૂજા-પાઠ કરી સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.
પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજર રહેવાના છે
પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. પીએમનો કાફલો સોમનાથ હેલિપેડ પર હેલિકોપ્ટર ઉતરાણ કર્યા પછી તેઓ સીધા મંદિર ગયા હતા પીએમના આગમનને લીધે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટની અગત્યની બેઠકમાં હાજર રહેવાના છે.