Home / Gujarat / Gir Somnath : Suspicious government grain godown seized from Gir Somnath

Gir somnath news: ગીર સોમનાથમાંથી શંકાસ્પદ સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

Gir somnath news:  ગીર સોમનાથમાંથી શંકાસ્પદ સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતના ગીર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે.  ગીર સોમનાથમાં શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. તાલાલાના ભીમદેવળ ગામની પુરવઠા વિભાગની ટીમે 5.23 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કુખ્યાત અનાજ માફિયા કાદુ સહિત 3ના નામ ખુલ્યા છે. શંકાસ્પદ સરકારી અનાજના 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા જપ્ત કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

6 લાખનો મુદ્દા માલ કર્યો જપ્ત

સરકારી અનાજનો અનઅધિકૃત રીતે સંગ્રહ તથા પરિવહન કરતા લોકો વિરૂઘ્ધ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક દરોડા પાડી ઘઉં-૧૫૮૩૦ કિ.ગ્રા., ચોખા-૧૦૦૫ કિ.ગ્રા., બાજરો-૬૫૦ કિ.ગ્રા., વજન કાંટા-૫, રીક્ષા-૩, ટુ વ્હીલર-૧, બોલેરો-૧ તથા મહિન્દ્રા પીકઅપ-૧ એમ કુલ મળી રૂા.૧૦,૨૯,૨૨૫/- નો મુદ્દામાલ સીઝ કરાયો.

બાતમીના આધારે પાડ્યા દરોડા

પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે  ભીમદેવળ ગામે સર્વે નંબર 77પૈકી 1 વાળી જમીનમાં બનાવેલ ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો છે. તંત્ર દ્વાર બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતો. ગોડાઉન માલિક મનોજ ડાવરા એ 4 મહિનાથી કુખ્યાત અનાજ માફિયા કાદુ, તેમજ ઇકબાલ અને આરીફ નામના ઈસમોને ભાડે આપ્યાની કરી કબૂલાત કરી છે.

Related News

Icon