Home / Gujarat / Jamnagar : 13 reservoirs in the state are leaking, 18 have been declared on high alert

Gujarat news: રાજ્યના 13 જળાશય છલોછલ, 18 હાઈએલર્ટ પર

Gujarat news: રાજ્યના 13 જળાશય છલોછલ, 18 હાઈએલર્ટ પર

ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતના આ જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે

મળતી માહિતી અનુસાર, ગુજરાતના જે જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બોગાડ, બોટાદના ગોમા-ભીમાદ, દાહોદના કાલી-2, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના વાંસલ-લીમ ભોગાવો 1-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે 31 જળાશયો 70 ટકાથી 100 ટકા, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા, 59 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 68 જળાશયોમાં 25 ટકાથી ઓછું છે. 

રિજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી 1-1 જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 16,4650 મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.28 ટકા જેટલી છે.

અમદાવાદ જિલ્લામાં સિઝનનો 25 ટકા વરસાદ 

અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ 2024માં 28 જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74 ટકા વરસાદ પડ્યો હતો.

એક અઠવાડિયામાં અમદાવાદમાં સરેરાશ 16 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ જિલ્લામાંથી હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચ સાથે 27 ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ 1995થી 2024 એમ 30 વર્ષની સરેરાશ જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં 32 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે. 21 જૂનના એટલે કે એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં સરેરાશ 16 ટકા વરસાદ નોંધાયો હતો. આમ એક જ અઠવાડિયામાં સિઝનનો વધુ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ 2024 અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ માત્ર 5 ટકા વરસાદ હતો. જેની સરખામણીએ અત્યારે પાંચ ગણો વધુ વરસાદ છે. 

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સૌથી વધુ 37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ધંધુકામાં અત્યાર સુધી 10.92 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધોળકા અને ધોલેરામાં સિઝનનો સૌથી વધુ 30 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ધોળકામાં 8.62 ઈંચ અને ધોલેરામાં 8.18 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સાણંદમાં હજુ સુધી સિઝનનો સૌથી ઓછો 13.21 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 10 વર્ષની જ વાત કરવામાં આવે તો અગાઉ 28મી જૂન સુધી 2015માં સૌથી વધુ 18 ટકા વરસાદ નોંધાયો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસામાં સિઝનનો સરેરાશ 112 ટકા વરસાદ પડ્યો હતો.

Related News

Icon