Home / Gujarat / Jamnagar : A crime including atrocity-robbery filed against a woman corporator

જામનગર: વીજ કચેરીમાં હોબાળા મામલે મહિલા કોર્પોરેટર સામે એટ્રોસિટી-લૂંટ સહિતનો ગુનો દાખલ

જામનગર: વીજ કચેરીમાં હોબાળા મામલે મહિલા કોર્પોરેટર સામે એટ્રોસિટી-લૂંટ સહિતનો ગુનો દાખલ

જામનગરમાં ગત રોજ મહિલા કોર્પોરેટરે PGVCLની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્રા મામલે ગત મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

નાયબ ઈજનેરે નોંધાવી ફરિયાદ

જામનગરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા પોતાને વધુ વીજ બિલ આવવાના મુદ્દે ગુરૂવારે સવારે વીજ તંત્રની કચેરીમાં દંડા સાથે જઈને હંગામો મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, તેમજ સમગ્ર કચેરીમાં વાતાવરણ તંગ બન્યું હતું. આખરે આ મામલો મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની કચેરીના નાયબ ઈજનેર અજય પરમારની ફરિયાદના આધારે રચના નંદાણીયા સામે જૂ5દી-જૂદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ

કોર્પોરેટર રચના નંદાણીયા સામે બી.એન.એસ.ની કલમ 192, 353(1), 224, 226, 351(2), 324(2), 221, 309(4) તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(2)(5), 3(2)(5)(એ)  મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, રચના નંદાણીયાએ મીડિયા ગ્રુપમાં મેસેજ કરી પોતે જી.ઈ.બીમાં સાહેબોને દંડો લઈને મારવા જતા તેમજ અન્ય કોઈને આવવું હોય તેને આવે તેને આવવાની વાત કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, રચના નંદાણીયાએ પોતાના મોબાઈલ ફોનમાં ફેસબૂકમા ઓનલાઈન થઈ મીડિયા કર્મચારીઓ તથા પોતાની સાથેના કિશનભાઈ નામના વ્યક્તિને સાથે લઈ પોતાના હાથમાં લાકડી લઈ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા એ. કે પરમાર કે જેઓ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ફરિયાદમાં લખાવેલા આોપ મુજબ, ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા છતાં ઓફિસના ચેમ્બરમાં જબરદસ્તી પ્રવેશ કરી, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.

 

આ ઉપરાંત લાકડી ઉગામી માર મારવાની ધમકી પણ આપી હતી. કોર્પોરેટરે અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પાસે પડેલો આશરે 10 હજાર રૂપિયાનો ફોન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ ફોનનો ઘા કરી તેને પછાડી નુકસાન કર્યું હતું. તેમજ જો પોલીસમાં ફરિયાદ કરશો તો જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. ફરિયાદમાં નોંધાવ્યું કે, આ દરમિયાન ફેસબુકના માધ્યમથી લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તેમજ બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી જી.ઈ.બીના સ્માર્ટ મીટરો લગાડી વધારે બિલ આવવાનો આરોપી લગાવી ડિપાર્ટમેન્ટ વિરૂદ્ધ ઉશ્કેરણી કરી હતી. આટલું જ નહીં, પોતે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી તેમજ સ્ટાફના કર્મચારીઓને ગુનાહિત બળ વાપરી કામ કરતાં અટકાવ્યા હતાં. જામનગરના ડી.વાય.એસ.પી વીરેન્દ્ર સિંહ ઝાલાને આ વિશે તપાસ સોંપવામાં આવી છે.