
જામનગરમાં ગત 9 તારીખના રોજ જાણી જોઈને વાહન ટકરાવીને ચાલકને ધાક ધમકી આપી લૂંટ ચલાવનાર ટોળકીના ત્રણ શખ્સોને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સ્કૂટર અને 1000 રૂપિયા કબજે કર્યા હતા.
અકસ્માત કરી લૂંટ ચલાવી હતી
ગત 9 તારીખના રોજ ફરિયાદી કિરણભાઈ સુરેશભાઈ ઝાલા પોતાનું એક્ટિવા લઈને કામ સબબ નવા નાગના ગામમાં જતાં હતા. ત્યારે રસ્તામાં સ્મશાન ચોકડીથી આગળ વ્હોરા હજીરા પહેલા આવેલ પુલ પાસે પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓએ અથડાવી શર્ટમાંથી 1500 રૂપિયા લઈને લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ કિરણભાઈ ઝાલા દ્વારા શહેરના બી.ડિવિઝનમાં કરવામાં આવી હતી.
બી.ડિવિઝન પોલીસ અને LCB પોલીસનું સંયુક્ત ઓપરેશન
ફરિયાદના આધારે સિટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન આબે LCB પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગેની ફરિયાદને આધારે લુંટની ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓ ત્રણ ઇસમો પૈકી બે સુભાષબ્રિઝ નજીક નદીના પટમાંથી તથા એક ઇસમને જી.જી.હોસ્પીટલ નજીકથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપીયા રૂ.1,000 તથા ગુનામાં વપરાયેલ સ્કૂટર કબ્જે કર્યું છે.