ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે, ત્યારે આ મામલે હવે ફક્ત ક્ષત્રિય સમાજના જ લોકો નહીં પણ પટેલ સમાજના લોકો પણ સામે આવ્યે છે. પટેલ સમાજના લોકો આવેદન પત્રમાં આપવા માટે ક્ષત્રિય સમાજ સાથે જોડાયા છે. ત્યારે જામનગરના જગમેડી ગામના લોકો પણ ક્ષત્રિય સમાજ સાથે જોડાયા છે. ત્યારે આ મામલે પટેલ સમાજના ગિરિધર સાવલિયાએ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે, મંદિર પર કબજો કરવાની આ કોશિશ છે. અમે પીટી જાડેજા સાથે છીએ.