
જામનગરમાં નદીપા રોડ પર આવેલ ઓફિસમાં બબાલ થતાં બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. સમાજની ઓફિસમાં બેઠેલા યુવાનો પર ઓચિંતા હુમલો થતાં સમાજના લોકો પણ ગુસ્સે ભરાયા છે. સિદી બાદશાહ સમાજની ઓફિસે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન બે શખ્સોએ ઓફિસમાં બેઠેલા યુવાનો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં સિદી બાદશાહ સમાજની ઓફિસમાં તાજીયાના તહેવાર દરમિયાન યુવાનો પર હુમલો થતાં સમાજમાં રોષ ફેલાયો છે. હાલ ઓફિસમાં થયેલ હુમલા મામલે જામનગર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.