
ગુજરાત રાજ્યના જામનગરમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જામનગરમાં અજાણ્યા વાહને ત્રણ પદયાત્રી મહિલાઓના મોત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના પદયાત્રિકો દ્વારકા પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગરના જોડિયાના બાલંભા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ત્રણેય મહિલા મૂળ પાટણના બકુત્રા ગામના વતની
મૃતક મહિલાઓની ઓળખ સામે આવી છે. ત્રણેય મહિલાઓના મૃતદેહ જામનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલાઓના નામ
તેમના નામ છાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ત્રણેય મહિલા મૂળ પાટણના બકુત્રા ગામના વતની છે.
વાહને ત્રણ મહિલાઓને ટક્કર મારી
બાલંભા ગામ પાસે બેફામ ઝડપે આવી રહેલા વાહને ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી. ત્રણેય મહિલા પદયાત્રીઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.